જાણવા જેવું ? જાણો પતિ પત્ની ની પરસ્પર સહમતી થી છૂટાછેડા વિષે કાયદામાં શું જોગવાઈ છે

 Advocate Mayur prajapati
0

 

consent under section 13 means

આપના ભારતમાં લગ્નને ખાસ માનવામાં આવે છે, હિંદુ માન્યતાઓ અનુશાર લગ્ન ખાલી જીવનભર નહિ પરંતુ જન્મોજન્મ ના સાથ માનવામાં આવે છે.

ભારત માં લગ્ન જીવનભર જીવવા મારવાની કસમ છે.

પરંતુ બધાજ લગ્ન જીવન માં આવું બનતું નથી, અમુક લગ્નજીવન માં પતિ પત્ની ના વિચારોનો મેલ મિલાપ થતો નથી, અંતે બંને છુટા પડવાનો નિર્ણય કરી લે છે. 

જાણો આપના બંધારણ માં છૂટાછેડા વિષે શું જોગવાઈઓ છે 

હિંદુ મેરેજ એક્ટની કલમ 13(b) ( section 13 (b) of hindu marraige act)

હિંદુ મેરેજ એક્ટની કલમ 13(b) પતિ પત્ની ની પરસ્પર સહમતી( consent under section 13) થી છૂટાછેડા સાથે વ્યવહાર કરે છે, જો પત્ની અને પતિ જો છૂટાછેડા માટે સહમત હોય તો તે આ કલમ અનુશાર છૂટાછેડા લઇ શકે છે,

અરજી ક્યાં અને કેવી રીતે કરવી ( where and how to file application)

આ અરજી જીલ્લા અદાલત અથવા ફેમીલી કોર્ટ માં થઇ શકે છે, જ્યાં બંને રહે છે અથવા જ્યાં લગ્ન થયા હોય તેવા વિસ્તાર ની જીલ્લા અદાલત અથવા ફેમીલી કોર્ટમાં થઇ શકે છે,

આવી અરજી માટે વકીલની મદદની જરૂર પડે છે વકીલ ડ્રાફ્ટ તૈયાર કરીને કોર્ટમાં સબમિટ કરે છે, જેના માટે વકીલ તેની નિર્ધારિત ફી લે છે.

અરજી કયારે કરવી ( when file application)

લગ્ન ના તુંરત પછી છૂટાછેડા ના લઇ શકાય હિંદુ મેરેજ એક્ટના આ કલમ અનુશાર છૂટાછેડા ની અરજી લગ્ન ના ૧ વર્ષ બાદ કરી શકાય છે.

હાઈકોર્ટની પરવાનગીથી આવી અરજી 1 વર્ષ પહેલા પણ કરી શકાય છે, પરંતુ સામાન્ય રીતે આવી અરજી 1 વર્ષના સમયગાળા પછી જ કરવામાં આવે છે, દરેક કેસમાં હાઈકોર્ટ મંજૂરી આપતી નથી.

કોર્ટ પ્રકિયા (court procedure) 

આ વિષે કોર્ટનું માનવું છે કે પતિ પત્ની છૂટાછેડા ના નિર્ણય પર વિચાર કરવો જોઈએ અને તેના માટે ૬ માસ ની સમય પણ આપે છે, પરંતુ સી.પી.સી ની કલમ ૧૫૧ અનુશાર આ સમયગાળો વેવઓફ કરી શકાય છે.

અંતે કોર્ટ તેનો હુકમ આવે છે જેમાં છૂટાછેડાની નિર્ણય હોય છે.

ખર્ચ ( fees and exxpansis)

પરસ્પર સહમતી થી છૂટાછેડા માટે વધુ પડતો ખર્ચ નથી વકીલો તેની નિર્ધારિત ફીસ લે છે, સામાન્ય રીતે આ પ્રકારના છૂટાછેડા વકીલો દ્વારા ૧૫૦૦૦ સુધી કરવામાં આવે છે.



Post a Comment

0Comments

if you have any doubt, let me know

Post a Comment (0)