રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ માં ભારતે સંયુક્ત રાષ્ટ્ર માં કોઈનો પણ પક્ષ ના લઈને તટસ્થ ભૂમિકા માં રહ્યું છે, પરંતુ આપને એ નાં ભૂલવું જોઈએ કે રશિયા ભારતનો સાચો મિત્ર દેશ છે અને સંયુક્ત રાષ્ટ્રમાં ભારત વિરુદ્ધ થયેલા પ્રસ્તાવોમાં વીટો લગાવી પ્રસ્તાવ ફગાવી દીધા હતા. આ લેખમાં આપને જાણીશું કે રશિયાએ ભારત માટે કયારે કયારે વીટો પાવર નો ઉપયોગ કર્યો હતો.
૧. પ્રથમ વખત.
ભારત ઈ.સ. ૧૯૪૭ માં આજાદ થયું ત્યારે કાશ્મીર ના મહારાજાએ પોતાના રાજ્ય કાશ્મીર ને એક આજાદ રાષ્ટ્ર ઘોષિત કર્યો હતો ત્યારે બાદ પાકિસ્તાની સેનાએ કાશ્મીર પર હુમલો કરી દીધો હતો ત્યારે કાશ્મીરના મહારાજાએ ભારત માં સામેલ થવાનો નિર્ણય કર્યો હતો ત્યાર બાદ ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને કાશ્મીર માંથી ભગાડી મૂકી હતી અને પ્રધાનમંત્રી નહેરુ આ મામલો સંયુક્ત રાષ્ટ્ર માં લઇ ગયા હતા. ૧૯૫૭ માં એક પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો કે બંને દેશો વચ્ચે આ મામલાનો સમાધાન થાય અને બંને દેશોને કાશ્મીરમાંથી સેના હટાવી લેવા કહ્યું હતું તેમજ આ પ્રસ્તાવમાં સંયુક્ત રાષ્ટ્ર ની સેના ને કાશ્મીરમાં મુકવાની પણ વાત હતી જેનો ભારત ને વિરોધ હતો. જેથી રશિયાએ આ પ્રસ્તાવપર વીટો લગાવી ફગાવી દીધો હતો.
૨. બીજી વખત.
ઈ.સ. ૧૯૬૧ માં અમેરિકા, ફ્રાંસ ટર્કી અને યુનાઇટેડ કિંગડમે સંયુક્ત પણે સંયુક્ત રાષ્ટ્રમાં એક પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો કે ભારત દીવ,દમન અને ગોવા માં સેનાનો દુરઉપયોગ કરી રહી છે (દીવ, દમન અને ગોવા ઈ.સ. ૧૯૬૧ માં આજાદ થઇ ભારતમાં ભળ્યા હતા). ત્યારે પણ રશિયાએ પ્રસ્તાવ પર વીટો લગાવી દીધો હતો.
૩. ત્રીજી વખત
ઈ.સ. ૧૯૬૨ માં કાશ્મીર મુદ્દો ફરી ગુંજ્યો હતો, આયર્લેન્ડ દેશે અમેરિકા ના સપોર્ટ થી સંયુક્ત રાષ્ટ્ર માં પ્રસ્તાવ લાવ્યો હતો ત્યારે પણ રશિયાએ આ પ્રસ્તાવ પર વીટો પાવર નો ઉપયોગ કર્યો હતો.
૪. ચોથી વખત.
ઈ.સ. ૧૯૭૧ ના ભારત-પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન પણ બોર્ડર પર સીઝફાયર કરવાનો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્રમાં મુકવામાં આવ્યો હતો ત્યારે પણ રશિયાએ ભારતનો સાથ આપી તે પ્રસ્તાવ પર વીટો લગાવી દીધો હતો ત્યારે ભારતના પ્રધાનમંત્રીએ ખુલા મંચ પરથી કહ્યું હતું કે " “વર્તમાન સંકટમાં જે પણ અમારો સાથ આપશે તે અમારો મિત્ર છે. વિચારધારાની લડાઈ હવે પછી લડવામાં આવશે."
૫. પાંચમી વખત.
ઈ.સ. ૧૯૭૧ માં ફરી વખત શરણાર્થીઓના મુદ્દાને લઈને ભારત વિરુદ્ધ પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો અને ફરીથી રશિયાએ તેના પણ વીટો લગાવી દીધો હતો.
૬. છઠ્ઠી વખત.
ઈ.સ. ૧૯૭૧માં ત્રીજી વખત ભારત વિરુદ્ધ પ્રસ્તાવ મુકવામાં આવ્યો અને રશિયાએ તેના પર વીટો લગાવી દીધો હતો.
આ રશિયાએ છ વખત સંયુક્ત રાષ્ટ્રમાં વીટો પાવર નો ઉપયોગ કરી સાબિત કર્યું હતું કે તે ભારતનો સાચો મિત્ર છે.
if you have any doubt, let me know