Negotiable instruments Act : મિત્રો આજના આ લેખમાં અમે તમને ચેક બાઉન્સ ના કેસો વિષે જાણકારી આપવા જઈ રહ્યા છે.
introduction
નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ એ વર્ષ ૧૮૮૧ માં રજુ કરવામાં આવ્યું હતું, આ કાયદાનો મુખ્ય ઉદેશ્ય ફાઈનાન્સ અને બેન્કિંગ સેક્ટર માં પારદર્શિતા અને તેના વ્યાપારી વ્યવહારોને સરળ બનાવાનો છે, તથા તેમાં થતી છેતરપીંડી પર લગામ લાગવાનો છે. આ કાયદો બ્રિટીશ શાશન દરમિયાન રજુ કરવામાં આવ્યો હતો અને હાલ પણ આ કાયદાની ઘણી બધી જોગવાઈ લાગુ છે. આ કાયદા સંબધિત સીસ્ટમ નું સંચાલન નાણા મંત્રાલય કરે છે. નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ નાણાકીય વ્યવહારોમાં મહત્વની ભૂમિકા ભજવે છે. નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એ લેખિત દસ્તાવેજ છે. આ દસ્તાવેજ નો હેતુ કોઈ વ્યક્તિને અમુક ચોક્કસ રકમ ટ્રાન્સફર કરવાનો છે. નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ ભવિષ્યની ચોક્કસ તારીખે નાણા ચૂકવાનું વચન આપે છે. આપના રોજીંદા જીવનમાં જોઈ શકીએ એવા એવામાનું એક ડ્રાફ્ટ છે. કાયદા મુજબ જે વ્યક્તિ નાણા ચૂકવાનું વચન આપે છે તેને ડ્રોઅર તરીકે ઓળખાય છે અને જે વ્યક્તિ ભવિષ્યમાં નાણા સ્વીકારવાનો હોય તેને ડ્રોઇ કહેવાય છે.
types of negotiable instrument
Characteristics
- મુવેલબ: નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એ નાણા ટ્રાન્સફર કરવાની સરળ પદ્ધતિ છે.આમાં કોઈ લાંબી પ્રકીયાઓ હોતી નથી.
- લેખિત : નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એ લેખિત દસ્તાવેજ હોય છે. નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટના દરેક ટ્રાન્ઝેક્શન લેખિતમાં હોય છે.
- સમય : નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટમાં નાણા ચૂકવાનો ચોક્કસ સમય નો ઉલ્લેખ કરવામાં આવે છે.
- હસ્તાક્ષર : નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટના કોઈ પણ પ્રકાર જ્યાં સુધી તેમાં લેવાદાર અથવા દેવાદાર દ્વારા સહી (હસ્તાક્ષર) ના કરવામાં આવ્યા હોય ત્યા સુધી તે માન્ય ના કહી શકાય.આમ દરેક દસ્તાવેજ માં પક્ષકારો વચ્ચે સહી થયેલ હોવી જોઈએ.
- મોનેટરી વેલ્યુ : નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટમાં વ્યવહાર ફક્ત નાણા ના સંદર્ભમાં થાય છે. જે દેશના કાયદા દ્વારા માન્ય છે.
વ્યાપાર થી કોર્ટ પ્રકિયા સુધીની સફર (ઉદાહરણ)
- ધારો કે A અને B વ્યાપાર કરે છે.
- B Aની દુકાન માંથી માલ ખરીદે છે અને A તે માલ નું બીલ Bને આપે છે જેને અગાઉ આ લેખમાં બીલ ઓફ એક્ષચેન્જ કહેવામાં આવ્યું હતું.
- Bતે માલ ની રકમ ચુકવવા A ને અમુક તારીખ નો ચોક્કસ રકમ નો ચેક આપે છે.
- A તે ચેક જે તારીખ નો ચેક હતો તે તારીખે ચેક બેંકમાં જમા કરાવે છે.
- પરંતુ તે ચેક બેંક દ્વારા B ના ખાતામાં ફંડ નથીના શેરા સાથે પરત A પાસે આપે છે.
- હવે A તેના બીલ બી રકમની વસુલી માટે વકીલ દ્વારા નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૯ મુજબ B ને નોટીસ મોકલી દિન ૩૦માં નાણા ચૂકવી આપવા જણાવે છે.
- પરંતુ B તે નાણા ચૂકવી નથી આપતો.
- હવે A તેના વકીલ ની મદદ વડે B પર કોર્ટમાં ફરિયાદ કરે છે.
- કોર્ટ બંને પક્ષો ની દલીલો અને પુરાવા સાંભળી હુકમ આપી B ને દોષી ઠેરવે છે અને B ને નાણા ની બમણી રકમ અથવા ૨ વર્ષની જેલ અથવા બંનેની સજા સંભળાવે છે.
if you have any doubt, let me know