Child labor : બાળ મજુરી અને બાળકો ના કાયદાઓ પર એક નજર

 Advocate Mayur prajapati
0

બાળપણ એ ભગવાન તરફથી મળેલ મનુષ્ય ને અમુલ્ય ભેટ છે. પરંતુ બાળમજુરી જેવા કૃત્યો બાળકો પાસેથી આ ભેટ છીનવી લે છે. બાળમજુરી એ બાળકો પર થોપવામાં આવેલી એવી પરિસ્થિતિ છે જે માં બાળકો નું શોષણ થાય છે. ઘણા બાળકો નું ગેરકાયદેશર મજુરી કરાવી તેમનું શોષણ કરવામાં આવે છે.

બાળકો ને નાની ઉંમર માં મજુરી કરવાના ઘણા કારણો હોઈ શકે છે જે આપને આગળ આ લેખ માં જાણીશું. બાળમજુરીની પરિસ્થિતિ એ હિંસા અને ભાવનાત્મક દુર્વ્યવહાર માં વધારો કરે છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન ના રિપોર્ટ અનુશાર દુનિયામાં વર્ષ ૨૦૧૭ માં ૨૧ કરોડ બાળમજુરી ના કિસ્સા હતા.

બાળમજુરી ના મુખ્ય કારણો :

  1.  ગરીબી : બાળમજુરી નું મુખ્ય કારણ ગરીબી છે. ગરીબી ના કારણે માતા પિતા તેમના બાળકો ને યોગ્ય શિક્ષણ આપી નથી શકતા પરિણામે બાળકો બાળમજુરી તરફ વળે છે. યોગ્ય શિક્ષણ ન મળવાને કારણે બાળકો મોટા થાય તો પણ તેમને યોગ્ય વળતર નથી પડતું પરિણામ સ્વરૂપે બાળમજુરી નું ચક્રનું પુનરાવર્તન થાય છે.
  2. સામાજિક અને આર્થીક પછાતપણું : યોગ્ય જાગૃકતાના અભાવ ને લીધે સરકારની સૂચનાઓ સામાન્ય જન માનસ સુધી પહોચતી નથી. અને યોગ્ય શિક્ષણના અભાવના કારણે આર્થિક પછાતપણું આવે છે. પરિણામે સામાન્ય જન માણસ નું શોષણ થાય છે અને બાળમજુરીમાં વધારો થાય છે.
  3. લિંગ ભેદભાવ :   આપના સમાજમાં છોકરી ને છોકરા કરતા નબળી ગણવામાં આવે છે. અને છોકરીઓને શિક્ષણ આપવામાં પણ નથી આવતું જેને લીધે છોકરીઓને બાળમજુર તરીકે કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. 
  4. વહેલા લગ્ન :    દીકરીઓને આપના સમાજના અમુક હિસ્સામાં બોજ માનવામાં આવે છે અને તેના વહેલા લગ્ન કરી દેવામાં આવે છે. જેથી તે પુખ્ત અવસ્થા પહેલાજ ગર્ભાવસ્થા આવી છે. આમ કુટુંબીજનોની જરૂરીઆત પૂર્ણ કરવા બાળમજુરીનો સહારો લેવો પડે છે.

બાળમજુરીને લગતા કાયદા :

  1.  ફેક્ટરી એક્ટ ૧૯૪૮ (Factories Act 1948): આ એક સામાન્ય કાયદો છે જે કામદારોના સ્વાસ્થ અને સલામતી માટે પસાર કરવામાં આવ્યો છે. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય કામો ને નિયંત્રિત કરવાનો છે.
  2. બાળ મજુરી ( પ્રોહીબીશન એન્ડ રેગ્યુલેસન) એક્ટ ૧૯૮૬ (The Child Labor (Prohibition and Regulation Act of 1986): આ અધિનિયમ ૧૫ થી ૧૮ વર્ષ ના બાળકોની  મજુરી પર પ્રતિબંધ મુકે છે. ૧૪ વર્ષ થી ઉપરનો બાળક પોતાની વારસાગત દુકાન અને પોતાના ખેતરમાં કામ કરી શકે છે.
  3. ખાણ અધિનિયમ (Mines Act of 1952): આ અધિનિયમ ૧૦ વર્ષથી નાની ઉંમરની મહિલાઓ અને કિશોરો ના કામ પર પ્રતિબંધ મુકે છે.
  4. બાળકોને ફરીજીયાત અને મફત શિક્ષાનો અધિકાર અધિનિયમ (The Right of Children to free and Compulsory Education Act of 2009) : આ અધિનિયમ મુખ્યત્વે તમામ બાળકોને ફરજિયાત શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 

Post a Comment

0Comments

if you have any doubt, let me know

Post a Comment (0)