What is united nations? સંયુક્ત રાષ્ટ્ર શું છે ?
સંયુક્ત રાષ્ટ્ર એ આંતરાષ્ટ્રીય દેશોનું સંગઠન છે. વર્તમાનમાં આ સંગઠન માં સભ્ય દેશોની સંખ્યા લગભગ ૧૯૩ છે.
આ સંગઠન ના કાર્યોમાં આંતરાષ્ટ્રીય શાંતિ જાળવવી, માનવ હિતો નું રક્ષણ કરવું અને આંતરાષ્ટ્રીય કાયદાનું કડકપણે પાલન કરાવવું.
history of united nations, સંયુક્ત રાષ્ટ્રનો ઈતિહાસ
પ્રથમ વિશ્વ યુદ્ધ (world war 1) બાદ વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે ઈ.સ.૧૯૧૯ માં એક સંગઠન ની સ્થાપના કરવામાં આવી જે હતી લીગ ઓફ નેશન્સ (league of nations). જેને બીજા વિશ્વ યુદ્ધ બાદ તેનું વિસર્જન કરી દેવામાં આવ્યું હતું એટલે કે તેને નાબુદ કરી દેવામાં આવ્યું હતું
ત્યાર બાદ વર્ષ ૧૯૪૫ માં બીજા સંગઠન ની સ્થાપના કરવામાં આવી હતી જે છે સંયુક્ત રાષ્ટ્ર (united nations). સંયુક્ત રાષ્ટ્ર નામ યુ.એસ.એ. (U.S.A.) ના રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટ (Franklin d.roosevelt) દ્વારા આપવામાં આવ્યું હતું.
United nations conference on international organization 1945 , સંયુક્ત રાષ્ટ્રની કોન્ફરન્સ ૧૯૪૫
સંયુક્ત રાષ્ટ્રની આ કોન્ફરન્સ અમેરિકા ના સાન ફ્રાન્સિસ્કો (San Francisco) માં યોજાઈ હતી, જેમાં લગભગ ૫૦ દેશોના પ્રતિનિધીઓએ ભાગ લીધો હતો અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર (U.N. Charter) પર હસ્તાક્ષર કર્યા હતા.organization under united nations સંયુક્ત રાષ્ટ્ર ના મુખ અંગો
સંયુક્ત રાષ્ટ્ર ના મુખ્ય ઘટક અંગો નીચે મુજબ છે
૧) united nations general assembly સંયુક્ત રાષ્ટ્ર મહાસભા.
જનરલ અસેમ્બલી એ સંયુક્ત રાષ્ટ્રનો મહત્વપૂર્ણ ભાગ છે જે નીતિ નિર્માણ જેવા કાર્યો કરે છે.
સંયુક્ત રાષ્ટ્રના તમામ ૧૯૩ સભ્ય દેશો તેમાં પ્રતિભાગી થાય છે
દર વર્ષે સપ્ટેમ્બર માં તમામ સભ્યોની વાર્ષિક સામાન્ય સભા અમેરિકાના ન્યુયોર્ક શહેર માં યોજાય છે
સામાન્ય સભાના પ્રમુખ દર વર્ષે ૧ વર્ષની મુદત માટે ચુંટવામાં આવે છે
૨) Security council સુરક્ષા પરિષદ
સુરક્ષા પરિષદ એ આંતરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે જવાબદારી ધરાવે છે. સુરક્ષા પરિષદ એ ૧૫ સભ્ય દેશોની હોય છે જેમાં ૫ સ્થાયી સભ્યો ( અમેરિકા, ચીન, રશિયા, ફ્રાંસ અને બ્રિટેન )હોય છે અને ૨ વર્ષ ની મુદત માટે ૧૦ અસ્થાયી સભ્યો હોય છે. ભારત હાલ સુરક્ષા પરિષદ નો અસ્થાયી સભ્ય છે. સ્થાયી સભ્યો ને "વીટો પાવર" આપવામાં આવે છે.જે કોઈ પણ ઠરાવ ને અસ્વીકાર કરવાની સત્તા ધરાવે છે.
૩) economic and social council આર્થિક અને સામાજિક પરિષદ
આ પરિષદ સંકલન, નીતિ સમીક્ષા અને સંવાદ, આર્થિક અને સામાજિક મુદ્દાઓ પર ભલામણો માટેની મુખ્ય સંસ્થા છે. આ પરિષદમાં ૫૪ સભ્ય દેશોનો ૩ વર્ષ ની મુદત માટે સમાવેશ થાય છે. તે સંયુક્ત રાષ્ટ્રની ૧૪ અલગ અલગ સંસ્થાઓનું સંચાલન કરે છે જે સંસ્થાઓ નીચે મુજબ છે
૧) આંતરાષ્ટ્રીય મજુર સંસ્થા (International Labor Organization)
૨) સંયુક્ત રાષ્ટ્રનું ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (united nations Food and Agriculture Organization)
૩) સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સંસ્કૃતિક સંગઠન ( united nations Educational, scientific and cultural organization)
૪) વિશ્વ આરોગ્ય સંસ્થા ( world health organizations)
૫) વિશ્વ બેંક જૂથ (world bank union)
૬) આંતરાષ્ટ્રીય મોનેટરી ફંડ ( international monetary fund)
૭) આંતરાષ્ટ્રીય નાગરીક ઉડ્ડયન સંગઠન (International Civil Aviation Organization)
૮) આંતરાષ્ટ્રીય મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશન (International Maritime Organization)
૯) આંતરાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન યુનિયન (International Telecommunication Union)
૧૦) યુનિવર્સલ પોસ્ટલ યુનિયન (Universal Postal Union)
૧૧) વિશ્વ હવામાન સંસ્થા ( World Meteorological Organization)
૧૨) વર્લ્ડ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઈઝેશન (World Intellectual Property Organization)
૧૩) આંતરાષ્ટ્રીય કૃષિવિકાસ ફંડ (International Agricultural Development Fund)
૧૪) વિશ્વ પ્રવાસન સંસ્થા (World Tourism Organization)
૪) international court of justice આંતરાષ્ટ્રીય ન્યાયાલય
આંતરાષ્ટ્રીય નાયાલય એ સંયુક્ત રાષ્ટ્ર નું મુખ્ય ન્યાયિક અંગ છે. તેની સ્થાપના વર્ષ ૧૯૪૫ માં કરવામાં આવી હતી અને તેને પરમેનેન્ટ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ જસ્ટીસ (Permanent Court of International Justice) નું સ્થાન લીધું હતું
if you have any doubt, let me know