યુક્રેન અને રશિયા (Russia Ukraine conflict) ના યુધ્ધમાં છે નાટો (NATO) ની ભૂમિકા : જાણો શું છે NATO

 Advocate Mayur prajapati
0

રશિયાએ યુક્રેન (Russia Ukraine conflict) સામે યુધ્ધ શરુ કરી દીધું છે. આ યુધ્ધ પાછળ નું એક કારણ  નાટો (NATO) જણાઈ આવે છે, તો આજના આપના આ લેખ માં જાણીશું કે શું છે નાટો, અને કેમ રશિયા અને નાટો વચ્ચે દુશ્મનાવટ છે.

what is NATO? નાટો શું છે.

નાટો નું પૂરું નામ ઉત્તર એટલાન્ટીક સંધી સંગઠન (North Atlantic Treaty Organization or NATO). આ એક અમેરિકા (U.S.A.) અને પશ્ચિમી દેશો નું સૈન્ય સંગઠન છે. જેની સ્થાપના વર્ષ ૧૯૪૯ માં થઇ હતી. આ સંગઠન નો મુખ્ય ઉદ્દેશ્ય રાજનીતિક અને સૈન્ય માધ્યમો થી સદસ્ય દેશોની સ્વતંત્રતા અને સુરક્ષા કરવાનો છે. આમ જોવા જઈએ તો બીજા વિશ્વ યુધ્ધ બાદ આ સંગઠન નો ઉદ્દેશ્ય સોવિયત યુનિયનના વધતા જતા દાયરાને સીમિત કરવાનો હતો. આ સંગઠન જયારે બન્યું ત્યારે તેમાં કુલ ૧૨ સદસ્ય દેશો હતા જેમાં અમેરિકા, બ્રિટેન, બેલ્જિયમ, ફ્રાંસ, ડેન્માર્ક, કનાડા, ઇટલી, આઈસલેન્ડ, નેધરલેંડ, નોર્વે , લેક્જર્મબર્ગ અને પોર્ટુગલ નો સમાવેશ થાય છે. વર્તમાનમાં હાલ સદસ્ય દેશો ( NATO COUNTRIES) ની સંખ્યા ૩૦ છે.

સદસ્ય દેશો ને સુરક્ષા આપે છે નાટો 

આ સંગઠન જયારે બન્યું ત્યારે સદસ્ય દેશો વચ્ચે સંધી થઇ હતી કે સંગઠન ના સદસ્ય દેશો ની સુરક્ષા નાટો સંગઠન દેશો કરશે. કોઈ બહાર નો દેશ જે આ સંગઠન માં નથી તે સંગઠન સદસ્ય દેશ પર હુમલો કરે છે તો સંગઠન ના બીજા સદસ્યો પોતાની સૈન્ય મદદ વડે તે દેશ ની સુરક્ષા કરશે. હાલ યુક્રેન સદસ્ય નથી જેથી નાટો તેની મદદ નથી કરી રહ્યું પરંતુ અમેરિકા રશિયા પર કડક પ્રતિબંધો વડે મદદ કરી રહ્યું છે.

સદસ્ય બનવું હોય તો યુરોપીયન દેશ હોવું જરૂરી 

નાટોના સદસ્ય બનવા માટે ની જરૂરી શરત એ છે કે યુરોપિયન દેશ હોવો જોઈએ. જોકે પોતાની પહોચ વધારવા માટે નાટોએ બીજા દેશો સાથે પણ સંપર્ક કર્યો છે, અફગાનિસ્તાન માં પણ નાટોની મુખ્ય ભૂમિકા રહેલી હતી.

Roll of NATO between Russia and Ukraine conflict  ( રશિયા અને યુક્રેન યુધ્ધમાં નાટો ની ભૂમિકા):

યુક્રેનની નાટોમાં સદસ્ય બનવાની ચર્ચા થઇ રહી હતી, જોકે યુક્રેને નાટોમાં સામેલ થવાનો કોઈ અંતિમ નિર્ણય નહોતો લીધો. જો યુક્રેન નાટોમાં સદસ્ય થઇ જાય છે તો નાટોની સેનાની યુક્રેનમાં સ્થાયી ઉપસ્થિતિ થઇ જાય છે. એવામાં રશિયા નથી ઇચ્છતું કે યુક્રેન નાટોમાં સદસ્ય બને. રશિયાના પડોસી દેશ એસ્ટોનિયા અને લાતવીયા પહેલાથીજ નાટો ના સદસ્ય છે અને જો યુક્રેન પણ નાટોનો સદસ્ય બને છે તો રશિયા પોતાના દુશ્મનો થી ઘેરાઈ શકે છે એવામાં રશિયા નથી ઇચ્છતું કે તે દુશ્મનો થી ઘેરાયેલું રહે જેથી રશિયા યુક્રેનના નાટોમાં સામેલ થવાના નિર્ણય ની વિરુદ્ધ છે. આ કારણ ને યુદ્ધ નું મુખ્ય કારણ માનવામાં આવે છે.
મિત્રો લેખ ગમ્યો હોય તો શેર કરજો 
જય હિન્દ  
 


Tags:

Post a Comment

0Comments

if you have any doubt, let me know

Post a Comment (0)