સંપતિના મુખ્ય રીતે બે ભાગ હોય છે એક છે સ્વપાર્જીત અને બીજી સંપતિ પૈતૃક સંપતિ હોય છે
સ્વપાર્જીત સંપતિ
સ્વપાર્જીત સંપતિ તેને કહેવાય જે સ્વયં દ્વારા અર્જિત કરવામાં આવી હોય, સંપતિ ઘણી બધી રીતે અર્જિત કરી શકાય છે જેના દાન, વિક્રય, લોટરી અને વસીયત નો સમાવેશ થાય છે.
સ્વપાર્જીત સંપતિ પર નિર્ણય લેવા વ્યક્તિ સ્વતંત્ર હોય છે જેના વ્યક્તિ જીવિત હોય ત્યાં સુધી તે સંપતિ પર માત્ર તે વ્યક્તિ નો અધિકાર હોય છે કારણ કે એ સ્વયં દ્વારા અર્જિત કરેલી સંપતિ હોય છે.
પૈતૃક સંપતિ
પૈતૃક સંપતિ તેને કહેવાય જે વ્યક્તિને વારસાગત રીતે પ્રાપ્ત થાય છે , આવી સંપતિની વસીયત નાં થઇ શકે કારણ કે આવી સંપતિ વારસાગત રીતે પ્રાપ્ત થયેલી હોય છે. પૈતૃક સંપતી ના મામલા માં કાયદો તે વ્યક્તિના સંબધીને તેના વારસદારો બનાવે છે. સ્વપાર્જીત સંપતિના કિસ્સામાં જો કોઈ વ્યક્તિ વસીયત વગર મૃત્યુ પામે તો તે સંપતિ તેના વારસદારો ને મળે છે. આવી સંપતિના કિસ્સામાં આપના કાયદામાં હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ અને ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ માં જોગવાઈ આપેલી છે, મુસલમાન વ્યક્તિના કિસ્સામાં શરિયત કાયદો લાગુ પડે છે.
આ બંને અધિનિયમ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હિંદુ વ્યક્તિના ના કિસ્સામાં તેના વારસદરો તેની વુધવા પુત્ર, પુત્રી અને માં હોય છે અને પુત્ર અને પુત્રી થી થનારા બાળકો ત્રણ પેઢીઓ સુધી વારસદારો રહે છે.
if you have any doubt, let me know