INDIAN LAW : ભારતના એવા કાયદાકીય વાતો જે કદાચ તમને ખબર નહિ હોય

 Advocate Mayur prajapati
0

 Indian law that you must know :

ભારત એક લોકતાંત્રિક દેશ છે, લોકતંત્ર માં નાગરિકો ને અમુક સંવિધાનિક અધિકાર મળેલ હોય છે જોકે દરેક નાગરિક ને કાયદાકીય માળખાની જાણકારી આવશ્યક છે શિક્ષણના અભાવના કારણે નાગરિકોને તેમને મળેલ અધિકાર વિષે જાણકારી નથી હોતી જેના લીધે સામાન્ય નાગરીક ભ્રષ્ટાચાર અને ધોખેબાજી નો શિકાર બને છે. આ લેખ માં આપને એવા કાયદાકીય જાણકારી વિષે જાણીશું જેના વિષે દરેક ભારતીય નાગરીક ને જાણકારી હોવી જોઈએ.

ગેસ કનેક્શન સાથે ૪૦ લાખ નો વીમો :

તમારા એલ.પી.જી. ગેસ કનેક્શન સાથે તમને ૪૦ લાખ રૂપિયા સુધીનો જીવન વીમો મળે છે, ન કરે નારાયણ ને જો તમારા ઘરના ગેસ ના બોટલ માં વિસ્ફોટ થાય અને જો તમને નુકશાન થાય તો તમને ૪૦ લાખ રૂપિયા સુધીની સહાય મળે છે 

કંપની દ્વારા પર ભેટ લેવામાં આવે તો થઇ શકે છે રુશ્વત લેવાનો મુકદમો :

આજકાલ કંપની માં લોકો ને ભેટ આપવાની પરંપરા બનતી જઈ રહી છે સરકાર દ્વારા આ પરંપરા ને નાબુદ કરવા માટે વર્ષ ૨૦૧૦ માં એક કાયદો બનાવામાં આવ્યો હતો આ કાયદા અનુશાર જો તમે કોઈ કંપની દ્વારા ભેટ લો છો તો તમારા પર રુશ્વત લેવાના ગુનામાં ન્યાયાલય માં કેસ થઇ શકે છે.

મહિલાઓની ધરપકડ કરવાનો અધિકાર ફક્ત મહિલા અધિકારી પાસે :

ભારત માં મહિલા પોલીસ અધિકારી પાસે જ મહિલા ની ધરપકડ કરી સુરક્ષિત સ્ટેશન ના લઇ જવાનો અધિકાર છે, જો કોઈ પુરુષ અધિકારી મહિલા ની ધરપકડ કરે છે તો તે પોલીસ અધિકારી સામે કાર્યવાહી થઇ શકે છે. મહિલા ને સાંજના ૬ વાગ્યા થી સવાર ના ૬ વાગ્યા સુધી પોલીસ સ્ટેશન માં બોલાવી ના શકાય અને જો બોલવામાં આવે તો મહિલા ત્યાં જવા માટે નાં પાડી શકે છે.

ઇન્કમટેક્ષ અધિકારી તમારી ધરપકડ કરી શકે છે.

ઇન્કમટેક્ષ અધિકારી અથવા કર વસુલ અધિકારી પાસે તમારી ધરપકડ કરવાનો અધિકાર છે, જો તમે ટેક્ષ નથી ભર્યો તો ટેક્ષ રીકવરી અધિકારી પાસે તમારી ધરપકડ કરવાનો અધિકાર છે. આ કાયદાનો ઉલ્લેખ ઇન્કમટેક્ષ એક્ટ ૧૯૬૧ માં કરવામાં આવ્યો છે.

સાઈકલ પર નથી લાગુ પડતો મોટર વિહિકલ નો કાયદો:

સાઈકલ ચલાવવા પર મોટર વિહિકલ એક્ટ લાગુ નથી પડતો, સાઈકલ અને સાઈકલ રીક્ષા ને આ એક્ટના નિયમો થી બાહર રાખવામાં આવ્યા છે.

મહિલા કરી શકે છે ઈમેલ થી ફરિયાદ :

મહિલા પોતાની ફરિયાદ ઇમેલ માં માધ્યમ થી કરી શકે છે, દિલ્લી પોલીસે આ સુવિધાની શુરુઆત કરી છે અને બીજા રાજ્યો પર આવી સુવિધા શુરુ કરવાનો વિચાર કરી રહી છે.

લીવ ઇન રીલેશનશિપ નથી અપરાધ :

આપના દેશ માં હજુ પણ કેટલાક લોકો લીવ ઇન રીલેશનશીપમાં રહેવાને અપરાધ માને છે, ભારતના કાયદા અનુશાર આ અપરાધ નથી પરંતુ લીવ ઇન રીલેશનશીપ માં રહનારા કપલે અમુક વાતો નું ધ્યાન રાખવું જરૂરી છે, જેમને લીવ ઇન માં જો બાળક નો જન્મ થાય તો તે બાળક નો માતા પિતા ની સંપતિ પર પુરેપુરો અધિકાર હોય છે.

એક દિવસમાં બે બાર ના થઇ શકે ટ્રાફિક ચાલાન:

ભારત માં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન કરવા પર દિવસ માં એક વાર દંડ ભર્યો છે તો તમારા પર પોલીસ અધિકારી તે દિવસે બીજી વાર દંડ ના કરી શકે. ઉદાહરણ તરીકે જો તમારા પર હેલ્મેટ નાં પહેરવાનો દંડ થયો છે તો તમે તે દિવસે વગર હેલ્મેટે ફરી શકો છો તે માટે પોલીસ તમારા પર બીજી વાર દંડ ના કરી શકે જો કે હેલ્મેટ પહેરવું એ આપના હિત માં છે એટલે હેલ્મેટ અવશ્યપણે પહેરવું જોઈએ.

તમારી પર MRP થી ઓછી કિંમત પર વસ્તુનો સોદો કરવાનો અધિકાર છે:

તમારી પાસે અધિકાર છે કે તમે MRP થી ઓછી કિંમત નો સોદો કરી શકો છે. ધારો કે કોઈ વસ્તુ ની કિંમત ૧૦૦૦ રૂપિયા છે તો તમે દુકાનદાર પાસે થી તે વસ્તુ ૯૦૦ રૂપિયામાં ખરીદવાનો સોદો કરી શકો છો.

 



  


Tags:

Post a Comment

0Comments

if you have any doubt, let me know

Post a Comment (0)