WOMENS LAW IN INDIA
એવું થાય છે કે મહિલાઓ તેમના થતા ઝુલ્મ માં પરેશાન થતી રહે છે અને ડરતી રહે છે અને વિચારે છે કે કોઈ શું કરી શકવાનું? પરંતુ ઉભા રહો ! આપને કેટલા અધિકાર પ્રાપ્ત થયા છે તેના વિચે કદાચ તમને ખબર નહિ હોય. તો આ લેખ માં તમને કેટલા એવા કાયદા વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે મહિલાઓને તેના પર થતા ઝુલ્મો સામે લડવા વિશેષાધિકાર છે.
મહિલા કરી શકે છે કોઈ પણ પોલીસ સ્ટેસન માં એફ.આઈ.આર.
છેડતી, બળાત્કાર તથા ઉત્પીડન સંબધિત ફરિયાદ મહિલા કોઈ પણ એરિયાના પોલીસ સ્ટેશન માં કરી શકે છે પછી ભલે ને અપરાધ કોઈ પણ સ્ટેશનના અધિકાર ક્ષેત્રમાં થયો હોય. પછી એ ફરિયાદ પોલીસ સંબધિત સ્ટેશન માં ટ્રાન્સફર કરશે. કેન્દ્ર સરકારે નિર્ભય કાંડ બાદ બધાજ પોલીસ સ્ટેશનો ને ઝીરો એફ.આઈ.આર. કરવાના નિર્દેશ આપ્યા હતા અને કહ્યું હતું કે જો પોલીસ અધિકારી ફરિયાદ લેવાની ના પડે તો તે અધિકારી વિરુધ્દ કાર્યવાહી થશે.
મહિલાઓને છે નિજતા નો વિશેષાધિકાર
કોઈ પણ મામલામાં નામ આવવા પર કોઈ પણ પોલીસ અધિકારી કે મીડિયાકર્મી પાસે અધિકાર નથી કે તે મહિલાનું નામ ઉજાગર કરી શકે. પીડિતાનું નામ ઉજાગર કરવું એ દંડનીય અપરાધ છે. આવું પીડિતાને સામાજિક ઉત્પીડન થી બચાવવા માટે કરવામાં આવે. રેપ ની પીડિતા મહિલા પોતાની જુબાની સીધે સીધી જીલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ આપી શકે છે જ્યાં કોઈ પણ નાં હોય.
મહિલાઓ માટે ઓનલાઈન ફરિયાદ ની પણ સુવિધા છે.
અમુક સંજીગોમાં મહિલાઓ ને ડર હોય છે કે જો તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપશે તો અપરાધી તેને નુકશાન પહોચાડી શકે તેમ છે આવા સંજોગોમાં મહિલાઓ માટે સરકારે ઓનલાઈન ફરિયાદ ની વ્યવસ્થા કરવામાં આવી છે
FIR પહેલા મહિલા માંગી શકે છે ડોક્ટરી સહાય
પહેલા રેપ ની પીડિતા ની મેડિકલ તપાસ ફરિયાદ પછી થતી હતી. પરંતુ હવે ફોરેન્સિક મેડીકલ કેયર ફોર વિકટીમ ઓફ સેક્શુયલ અસોલ્ટ ના દિશા નિર્દેશ અનુશાર રેપ પીડિતા ફરિયાદ વગર ડોકટરી તપાસ માટે સહાય માંગી શકે છે.
મફત કાનૂની સહાય નો અધિકાર
જે મહિલા નો રેપ થયો છે તે મહિલા કાયદાકીય મદદ માટે મફત સહાય માંગી શકે છે. અને આ જવાબદારી સ્ટેશન હાઉસ અધિકારી ની હોય છે તે લીગલ સર્વિસ કમિટી તે વકીલ ની વ્યવસ્થા કરવા માટે સૂચિત કરી શકે છે.
મિત્રો લેખ ગમ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહિ.
જય હિંદ, વંદે માતરમ્
if you have any doubt, let me know