environmental protection laws in India : જાણો ભારતના પર્યાવરણીય કાયદાઓ વિષે.

 Advocate Mayur prajapati
0

environmental protection laws in India :

environmental laws : પરિચય 

ભારતમાં પર્યાવરણ પ્રેમ ખુબ જ જુનો છે, આપના દેશ માં સૂર્યને દેવતા કહી પૂજવામાં આવે છે, વુક્ષો જેમ કે વડ, પીપળો, તુલસી ને આપને ભગવાન માનીએ છે આપના દેશ માં નદીઓને પણ પૂજવામાં આવે છે, આપની પ્રાચીન સંસ્કૃતિઓ પણ નદીઓના કિનારે વિકાસ પામી છે જેને શ્રેષ્ઠ ઉદાહરણ સિંધુ ઘાટીની સભ્યતા છે, આપના દેશ માં પર્યાવરણ નું રક્ષણ કરવાની માનશીકતા નું પતન અંગ્રેજો ની નીતિઓના કારણે થયું છે અને સ્વતંત્ર ભારતમાં પશ્ચિમી અનુકરણ ને લીધે તેમજ જન સંખ્યા વિસ્ફોટ ને લીધે થયું છે.

સ્વતંત્ર ભારતમાં પ્રયાવરણીય કાયદાઓ :

ભારતનું સંવિધાન જે વર્ષ ૧૯૫૦ માં લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે પ્રકૃતિ રક્ષણની જોગવાઈ તેમાં સમાવેલ ન હતું, વર્ષ ૧૯૭૨ માં યોજાયેલ સ્ટોકહોલ્મ સંમેલન બાદ ભારત સરકાર નું ધ્યાન પ્રકૃતિ રક્ષણ તરફ ગયું અને ભારતના બંધારણ માં વર્ષ ૧૯૭૬ માં અનુચ્છેદ ૪૮(એ) તથા ૫૧એ (જી) નો સમાવેશ કર્યો હતો , ૪૮(એ) એ રાજ્ય સરકાર ને નિર્દેશ કરે છે કે પર્યાવરણની રક્ષા અને તેમાં સુધાર સુનિશ્ચિત કરે તથા ૫૧એ(જી) એ મૂળભૂત ફરજો માં સામલે કરવામાં આવેલ હતું કે દરેક નાગરીક નું કર્તવ્ય છે કે તે પ્રકૃતિ ની રક્ષા કરે.

પર્યાવરણીય કાયદા અને નિયમો નીચે મુજબ છે:

  • રિવર બોર્ડર્સ એક્ટ, 1956
  • પાણી (પ્રદૂષણનું નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, 1974
  • જળ ઉપકર (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, 1977
  • પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ, 1986
  • ફેક્ટરી એક્ટ, 1948
  • દાહક સબસ્ટા - હવા (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, 1981
  • પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ, 1986
  • ફેક્ટરી એક્ટ, 1948
  • ઉદ્યોગો (વિકાસ અને નિયમન) અધિનિયમ, 1951
  • શહેરી જમીનો (સીલિંગ અને નિયમન) અધિનિયમ, 1976
  • વન સંરક્ષણ અધિનિયમ, 1960
  • વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972
  • ફોરેસ્ટ (સંરક્ષણ) અધિનિયમ, 1980
  • વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1995
  • જૈવ-વિવિધતા અધિનિયમ, 2002
ઉપરોક્ત કાયદાઓ એ સમયે ઘડવામાં આવ્યા હતા જયારે આપના દેશ પ્રદુષણ ની સમસ્યા એટલી વ્યાપક ના હતી એટલે હાલ માં સમય માં આ કાયદાઓની મહત્વતા એટલી રહી નથી પરંતુ આમાંથી કેટલાક કાયદાઓ એવા છે જેનું મહત્વ આજે પણ છે.

પાણી (પ્રદૂષણનું નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, 1974

નિરંતર વધતા જળ પ્રદુષણ પર સરકાર નું ધ્યાન ૧૯૬૦ ના દાયકા માં ગયું અને વર્ષ ૧૯૬૩ માં ગઠિત સમિતિએ જળ પ્રદુષણ ના નિવારણ અને નિયંત્રણ માટે કાયદો બનવાની સિફારિશ કરી અને ત્યાર બાદ વર્ષ ૧૯૭૨ માં આ કાયદો સંસદ માં રજુ કરાયો અને વર્ષ ૧૯૭૪ માં આખા દેશ માં આ કાયદો લાગુ કરી દેવામાં આવ્યો.

આ કાયદો કેન્દ્રીય તેમજ રાજ્ય પ્રદુષણ બોર્ડ ને નીચે મુજબ અધિકારો આપે છે.

  • કોઈપણ ઔદ્યોગિક પરિસરમાં પ્રવેશવાનો અધિકાર 
  • કોઈપણ પાણીમાં છોડવામાં આવતા પ્રવાહી કચરાના નમૂના લેવાનો અધિકાર
  • પ્રવાહી કચરો અને ગટરની પદ્ધતિઓ માટે ઔદ્યોગિક એકમો બોર્ડની સંમતિ લેવી, બોર્ડ કોઈપણ ઔદ્યોગિક એકમને બંધ કરવા માટે કહી શકે છે. તે દોષિત એકમને પાણી અને વીજળીનો પુરવઠો પણ અટકાવી શકે છે.

હવા (પ્રદૂષણ અને નિયંત્રણ) અધિનિયમ, 1981

વધતા ઔદ્યોગિકરણ ને કારણે આ કાયદો લાવવાની જરૂર પડી, આકાયદો ૧૯૭૨ માં યોજાયેલ સ્ટોકહોલ્મ સંમેલન બાદ ઘડવામાં આવ્યો. આ કાયદા માં મુખ્યત : મોટર ગાડી તેમજ કારખાનામાંથી નીકળનારા ધુમાડા નું સ્તર નક્કી કરવાનું તેમજ નિયંત્રિત કરવાની જોગવી છે. આ કાયદા અનુશાર કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો ને વાયુ પ્રદુષણ થી થતા નુકશાન નો સામનો કરવા નીચે મુજબ ની શક્તિઓ આપવામાં આવી છે.
  • રાજ્યના કોઈપણ વિસ્તારને વાયુ પ્રદૂષિત વિસ્તાર તરીકે જાહેર કરવો
  • પ્રદૂષણ નિયંત્રિત વિસ્તારોમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓ બંધ કરવી
  • ઔદ્યોગિક એકમ સ્થાપતા પહેલા બોર્ડ પાસેથી ના વાંધા પ્રમાણપત્ર લેવું
  • હવા પ્રદૂષકોના નમૂનાઓનું એકત્રીકરણ
  • તેમાં આપેલી જોગવાઈઓનું પાલન અધિનિયમ તપાસ માટે કોઈપણ ઔદ્યોગિક એકમમાં પ્રવેશવાનો અધિકાર
  • કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવાનો અધિકાર 

case law on environment : ન્યાયતંત્ર ના મહત્વપૂર્ણ નિર્ણયો :

દહેરાદુન ની ચુના ખાણ નો મામલો :

આ મામલો દહેરાદુન ની ચુના ની ખાણ માંથી થતા પ્રયાવરણ પ્રદુષણ નો હતો, સર્વોચ્ચ ન્યાયાલયે આવી તમામ ખીણ બંદ કરવાનો આદેશ આપ્યો હતો જે સામાન્ય નાગરીક ના સ્વચ્છ હવામાં જીવવાના અધિકારને સુનિશ્ચિત કરે છે.

ગંગા પ્રદુષણ મામલો :

ગંગા પ્રદુષણ મામલા માં સર્વોચ્ચ અદાલતે ગંગા નદીના કિનારે આવેલા ચર્મ ઉદ્યોગો ને પ્રદુષણ નિયંત્રણ કરવાના તેમજ અથવા તો તે ઉદ્યોગો ને હટાવી લેવાના નિર્દેશ કર્યો હતો 

તાજમહલ મામલો :

આ મામલા માં સર્વોચ્ચ અદાલતે આદેશ કર્યો કે તાજમહલની આસપાસ ૧૦૪૦૦ વર્ગ કિલોમીટર ક્ષેત્ર માં કોઈ પણ કોલસા આધારિત ઉદ્યોગો ને મંજુરી નહિ મળે.

 


Post a Comment

0Comments

if you have any doubt, let me know

Post a Comment (0)