Defamation law in India : જાણો માનહાની ના કાયદા વિષે

 Advocate Mayur prajapati
0

Defamation law in India : 

માનહાની નો દાવો એટલે શું?

મિત્રો એક ગરીબ થી માંડી ને મોટા અમીર માણસ ને તેની ઈજ્જત નું ખુબ મહત્વ હોય છે કહેવાય છે કે ઈજ્જત બનાવતા વર્ષો લાગે છે પરંતુ ઈજ્જત ગુમાવતા ક્ષણિક સમય લાગે છે. સમાજ માં દરેક વ્યક્તિને પોતાની ઈજ્જત, માન, સામાજિક પ્રતિષ્ઠા ને ઠેસ પહોચવા થી બચાવા નો અધિકાર છે. અને જો કોઈ વ્યક્તિ તેની ઈજ્જત અને પ્રતિષ્ઠા ને નુકશાન પહોચાડે તો તે માટે તે ન્યાયાલય જઈ શકે છે.

માનહાની ના પ્રકાર 

કેટલીક વાર આપને કશું વિચાર્યા વગર કોઈ ને પણ કઈ પણ કહી દઈએ છે જેના થી તે વ્યક્તિ ની પ્રતિષ્ઠા ને નુકશાન પહોચે છે જેથી આપને કોઈને પણ કઈ પણ આડુઅવડું કહેતા પહેલા સો વાર વિચારવું જોઈએ.
૧) જાતી અને સમુદાય સંબધિત :  કોઈ વ્યક્તિને નીચું દેખાડવા તેની જાતી વિષયક અપશબ્દ કહેવા એ માનહાની ના અદર આવે છે 
૨) યોગ્યતા અને પ્રતિષ્ઠાને નુકશાન પહોચાડવું : જો કોઈ વ્યક્તિ બીજા કોઈ વ્યક્તિની કામ કરવાની યોગ્યતા ને ઓછી, અનુભવ અને જ્ઞાન ખોટું સાબિત કરવાનો પ્રયાસ અને લોકો માં તેનો દુષ્પ્રચાર કરવો એ માનહાની ના અંદર આવે છે. માનહાની વ્યક્તિગત, સંસ્થાગત અને સામુહિક હોઈ શકે છે, કોઈ વ્યક્તિને ચોર, અપરાધી, ડિફોલ્ટર બેઈમાન કહેવો એ માનહાની અંતર્ગત આવે છે. 

આઈ.ટી.એક્ટ ૨૦૦૦ ની કલમ ૬૬એ મુજબ કોઈ પણ વ્યક્તિ કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ ની મદદ થી માનહાની કરે તો તેને ૩ વર્ષ ની સજા થઇ શકે છે.

કોઈ પણ વ્યક્તિ પર ત્યાર સુધી મુકદમો નાં થઇ શકે જ્યાં સુધી તેને માનહાની કરી છે તે સાબિત નાં થઇ જાય.

જો કોઈ વ્યક્તિ સમાજના હિત માટે કોઈ વ્યક્તિ ને ચોર બઈમાન કહીને સમાજ ને પૂર્વ આગાહ કરે તો માનહાની માંથી બચી શકે છે, કોઈ ફિલ્મ, પુસ્તક નું અલોચનાત્મક સમીક્ષા કરવું જેના જે વ્યક્તિનો કોઈ અંગત સ્વાર્થ ના હોય તેને માનહાની ના કહી શકાય.

સજાની જોગવાઈ :

૧) આઈ.પી.સી. ની કલમ ૪૯૯ મુજબ જો કોઈ વ્યક્તિ દોષી સાબિત થાય છે તો તેને કલમ ૫૦૦,૫૦૧,૫૦૨, અને ૫૦૫ મુજબ સજા થઇ શકે છે 
૨) આઈ.પી.સી. ની કલમ ૫૦૦ મુજબ જો કોઈ વ્યક્તિ દોષી સાબિત થાય છે તો તેને ૨ વર્ષ સુધીની જેલ તેમજ દંડ થઇ શકે છે.
૩) આઈ.પી.સી. ની કલમ ૫૦૧  મુજબ જો કોઈ વ્યક્તિ જાની જોઈ ને માનહાની કરે છે અને દોષી સાબિત થાય છે તો તેને ૨ વર્ષ સુધીની જેલ તેમજ દંડ થઇ શકે છે.
૪) આઈ.પી.સી. ની કલમ ૫૦૨ મુજબ જો કોઈ વ્યક્તિ દોષી સાબિત થાય છે તો તેને ૨ વર્ષ સુધીની જેલ થઇ શકે છે.
૫) આઈ.પી.સી. ની કલમ ૫૦૫  મુજબ જો કોઈ વ્યક્તિ કોઈ પણ સમાચાર, તથ્ય અને રીપોર્ટ ને એવી રીતે રજુ કરે જેનાથી ભારતીય સેના વિદ્રોહ કરવા તૈયાર થઇ જાય કોઈ પણ જાણકારી જેના થી સમાજ ના ડર નો માહોલ ઉભો થાય તેવા માં તે વ્યક્તિ ને ૨ વર્ષ ની સજા અથવા દંડ અથવા બંને થઇ શકે છે.

માનહાની થવા પર મળનારું વળતર :
જો કોઈ વ્યક્તિને માનહાનિના કારણે આર્થિક નુકસાન પણ થયું હોય, તો તે તેના માટે બદનક્ષી કરનાર વ્યક્તિ પાસેથી વળતર માટે કોર્ટમાં અપીલ કરી શકે છે. આમાં, પીડિત વ્યક્તિએ નુકસાનની રકમ જણાવવી પડશે અને વ્યક્તિ દ્વારા બદનક્ષીના નક્કર પુરાવા પણ આપવા પડશે.

Post a Comment

0Comments

if you have any doubt, let me know

Post a Comment (0)