સોસીયલ મીડિયા પર કઈ પણ લખતા કે પોસ્ટ મુકતા પહેલા વિચારજો : જાણો શું છે કાયદો

 Advocate Mayur prajapati
0

આઈ.ટી.એક્ટ ની ધારા ૬૬ એ નિરસ્ત થઇ ચુકી છે જેના પછી લોકો ને સીસીયલ મીડીયા માં કઈ પણ પોસ્ટ મુકવાની આજાદી મળી ગઈ હોય એવું લાગે છે પરંતુ ભારતીય દંડ સંહિતા (આઈ.પી.સી) ની કેટલીક ધારાઓ છે જેનાથી સોસીયલ મીડિયા ઉપર આપત્તિ જનક પોસ્ટ મુકનાર ઉપર ન્યાયાલય માં કેસ થઇ શકે છે અને તેને સજા થઇ શકે છે. આ લેખ માં આપને જાણીશું એવા કાયદાઓ વિષે.

આઈ.પી.સી. ની કલમ ૨૯૫(એ):

જો કોઈ વ્યક્તિ જાણી જોઈને ધાર્મિક ભાવનાઓ ભડકાવનારી પોસ્ટ કે કમેન્ટ કરે છે તો એ વ્યક્તિ વિરુદ્ધ આ કલમ હેઠળ કેસ થઇ શકે છે અને દોષી થશે તો તેને ૩ વર્ષ સુધી નો જેલ ભોગવવી પડશે.

આઈ.પી.સી. ની કલમ ૧૫૩(એ) :

 જો કોઈ વ્યક્તિ કોઈ જાતી, સમાજ, વર્ણ અથવા સંપ્રદાય વિરુદ્ધ દ્વેષ ફેલાવનારી પોસ્ટ કે કમેન્ટ કરે છે તો તેને આઈ.પી.સી. ની કલમ  ૧૫૩(એ) મુજબ કેસ થઇ શકે છે અને દોષી સાબિત થશે તો તેને ૩ વર્ષ ની જેલ ની સજા થશે.

આઈ.પી.સી. ની કલમ ૪૯૯ અને ૫૦૦ :

જો કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિના વિરુદ્ધ માનહાની થાય એવી પોસ્ટ કે કમેન્ટ કરશે તો તેને વિરુદ્ધ આ કલમો હેઠળ ૨ વર્ષ સુધી ની જેલ અથવા તે વ્યક્તિને (જેની માનહાની થઇ છે ) તેને વળતર ચુકવવું પડશે તેવી સજા ની જોગવાઈ છે.

આઈ.પી.સી. ની કલમ ૨૯૪ :

જો વ્યક્તિ બીજી વ્યક્તિને ગાળ (અશ્લીલ શબ્દો) વાળી પોસ્ટ કે કમેન્ટ કરશે તો તેને આ કલમ મુજબ તે વ્યક્તિ ને ૩ મહિના સુધી ની જેલ થઇ શકે છે.

આઈ.પી.સી.ની કલમ ૫૦૬: 

જો કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિ ને સોસીયલ મીડિયા પર જાન થી મારી નાખવાની ધમકી આપતી પોસ્ટ કે કોમેન્ટ કરે છે છે તેને આ કલમ હેઠળ ૭ વર્ષ સુધીની સજા થઇ શકે છે.

આઈ.પી.સી. ની કલમ ૫૦૫ :

જો કોઈ વ્યક્તિ સોસીયલ મીડિયા પર કોઈ પણ સમાચાર, તથ્ય અને રીપોર્ટ ને એવી રીતે રજુ કરે જેનાથી ભારતીય સેના વિદ્રોહ કરવા તૈયાર થઇ જાય કોઈ પણ જાણકારી જેના થી સમાજ માં  ડર નો માહોલ ઉભો થાય તેવા માં તે વ્યક્તિ ને ૨ વર્ષ ની સજા અથવા દંડ અથવા બંને થઇ શકે છે.

આઈ.પી.સી. ની કલમ ૧૨૪(એ) :

જો કોઈ વ્યક્તિ સોસીયલ મીડિયા માં રાષ્ટ્ર વિરોધી પોસ્ટ કે કમેન્ટ કરે છે તો તેને આ.પી.સી. ની કલમ ૧૨૪ (એ) મુજબ ઉમર કેદ ની સજા થઇ શકે છે.

મિત્રો પોસ્ટ ગમી હોય તો શેર કરવાનું ભૂલતા નહિ 

જય હિન્દ, વંદે માતરમ 


Post a Comment

0Comments

if you have any doubt, let me know

Post a Comment (0)