જાણો ઘરેલું હિંસા માટે શું છે આપણા કાયદા માં જોગવાઈઓ

 Advocate Mayur prajapati
0

 


નેશનલ કમીશન ઓફ વુમન ના ડેટા અનુશાર વર્ષ ૨૦૨૧ માં મહિલા વિરુદ્ધ અપરાધોની ફરિયાદની સંખ્યા ૩૧૦૦૦ હતી જે વર્ષ ૨૦૧૪ થી અત્યાર સુધી માં સૌથી વધારે છે, અને  વર્ષ ૨૦૨૦ ની સરખામણીમાં લગભગ ૩૦% જેટલી વધુ છે. વર્ષ ૨૦૨૦ માં ફરિયાદો ની સંખ્યા ૨૩૭૭૨ હતી.

તો આજના આ લેખમાં આપને જાણીશું કે આવા અપરાધો વિષે આપના કાયદામાં શું જોગવાઈઓ છે.

કલમ ૪૯૮(એ) આઈ.પી.સી.

 આ કલમ અનુશાર જો પતિ અથવા પતિના સંબધી (પતિ ના માતા,પિતા ભાઈ,બહેન વિગેરે) પત્ની પર ક્રુરતા (મારજુડ અથવા માનશીક ત્રાસ) કરે છે તો તેવા કિસ્સામાં તેઓને ત્રણ વર્ષ સુધીની જેલ થઇ શકે છે અને આ ગુનો બિન જામીનલાયક છે.

દહેજ પ્રતિબંધ અધિનિયમ ૧૯૬૧ 

આપના સમાજ માં લગ્નને પવિત્ર માનવામાં આવે છે પરંતુ આ પવિત્ર બંધનમાં દહેજ નું દુશ્પેરણ વધતું જાય છે તે માટે આ અધિનિયમ ઘડવામાં આવ્યો હતો, આ અધિનિયમ અનુશાર જો કોઈ દહેજ આપે કે લે તો તેને પાંચ વર્ષ સુધીની જેલ અને પંદર હજાર અથવા દહેજ ની રકમ જેટલી રકમ નો દંડ થઇ શકે છે.

પ્રોટેકસન ઓફ વુમન ફોર ડોમેસ્ટિક વાયોલેન્સ એક્ટ ૨૦૦૫ 

આ અધિનિયમ અનુશાર જો કોઈ દોશી સાબિત થશે તો તેને ૧ વર્ષ સુધીની જેલ અથવા ૨૦૦૦૦ રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે.

જો લેખ ગમ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહિ અને આવા બીજા લેખ માહિતી માટે આમારી વેબ સાઈટ ની વિઝીટ કરતા રહો , જય હિન્દ 

Post a Comment

0Comments

if you have any doubt, let me know

Post a Comment (0)