જાણો તમારા પર ઘરેલું હિંસા નો ખોટો કેસ થાય તો શું કરવું જોઈએ !

 Advocate Mayur prajapati
0

 


મિત્રો આપના દેશ માં નારીનું સમ્માન થાય છે નારીને દુર્ગા અને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. નારીનું રક્ષણ કરવા આપના કાયદામાં કેટલી જોગવાઈ કરવામાં આવી છે જેનું ઉદાહરણ ભારતીય દંડ સંહિતા ની કલમ ૪૯૮ તેમજ પ્રોટેકસન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાઓલેન્સ  અધિનિયમ જેવા કાયદા બનાવામાં આવ્યા છે.
આ કાયદાની મદદ થી ઘણી મહિલા ને ઘરેલું હિંસાથી બચાવ પણ મળ્યો છે અને તેની સાથે ન્યાય પણ થયો છે પરંતુ આપના સમાજમાં આ કાયદાનો દુરઉપયોગ પણ થવા લાગ્યો છે. ઘણી સ્ત્રીઓ લોભ લાલચમાં પોતાના પતિ તેમજ તેના ઘરવાળાઓ પર ખોટી ફરિયાદ કરે છે અને હેરાન ગતિ કરે છે તેમજ પતિ તેમજ ઘરવાળાઓને પોલીસ સ્ટેશન તેમજ કોર્ટ કચેરી નાં ધક્કા ખાવા પડે છે તેમજ માનસિક રીતે પણ હેરાન થાય છે.

આવી પરિસ્થિતિમાં શું કરવું ?
આવી પરિસ્થિતિમાં ગભરાવું ન જોઈએ જો ફરિયાદ પછી પતિ તેમજ ઘરવાળાઓને પોલીસ સ્ટેશન માં બોલાવે તો નિસંકોચપણે પોલીસ સ્ટેશન માં જવું જોઈએ અને પોતાનો જવાબ રજુ કરવો જોઈએ. 
આવા કિસ્સાઓમાં પોલીસ સીધી એફ.આઈ.આર. નોધતી નથી તે પહેલા મહિલાના પતિ તેમજ ઘરવાળાઓ ને પોલીસ સ્ટેશન માં બોલાવી મામલા ની સત્યતા તેમજ ખરાઈ કરે છે અને ત્યારબાદજ એફ.આઈ.આર. નોંધે છે.
પતિ તેમજ ઘરવાળાઓ પોલીસ સ્ટેશન માં બીકના લીધે જતા નથી જેથી પોલીસ ને ફરિયાદ મહિલા તરફ નોંધે છે.
મામલો કોર્ટમાં પહોચે ત્યારે શું કરવું?
જો ફરિયાદ નોંધાઈ જાય અને મામલો કોર્ટમાં પહોચે ત્યારે એક સારો અને આ પ્રકારના મામલાનો જાણકાર વકીલ કરવો જોઈએ. વકીલ જજ સમક્ષ મામલાના સાક્ષીઓ ઉલટતપાસ કરશે જો ફરિયાદ ખોટી હશે તો સાક્ષીઓ તેમજ ફરિયાદીએ પોલીસ સામે આપેલી જુબાની અને જજ સમક્ષ આપેલ જુબાની માં ફેર હશે અને તેના દ્વારા વકીલ દલીલો ની મારફતે ફરીયાદ ખોટી સાબિત કરશે અને આરોપીઓ ને દોષ મુક્ત કરશે.

મિત્રો જો લેખ ગમ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહિ અને આવા સરસમજાના લેખો અને જાણકારી માટે આમારી વેબસાઈટને સબસ્ક્રાઇબ કરો.

જય હિન્દ



Post a Comment

0Comments

if you have any doubt, let me know

Post a Comment (0)