સંવિધાન સીરીઝ (લેખ ૪) : જાણો આપના પાડોશી દેશ પાકિસ્તાન ના સંવિધાન વિષે ખાસ વાતો

 Advocate Mayur prajapati
0

 


સંવિધાન સીરીઝ ના આ લેખ માં આપને આપના પાડોશી દેશ પાકિસ્તાન નાં સંવિધાન વિષે રોચક વાતો જણાવા જઈ રહ્યા છીએ.

મિત્રો પાકિસ્તાન પણ આપના ભારત દેશ ની સાથે આઝાદ થયું હતું પરંતુ પાકિસ્તાનનું સંવિધાન આપના ભારત દેશ ની જેમ આઝાદી ના ત્રણ વર્ષ માં લાગુ નહોતું થયું 

પાકિસ્તાન નું સંવિધાન ૧૯૭૧ ના યુદ્ધ પછી ઘડવામાં આવ્યું છે અને તેને લાગુ કરવામાં આવ્યું હતું 

૧) જયારે માર્શલ લો હટાવી લેવામાં આવ્યો ત્યારે ૧૯૭૦ ની ચુંટણી માં ચુટાયેલા પ્રતિનીધીઓની એસેમ્બલી બોલમાં આવી હતી 

૨) પ્રતીનીધીઓમાં મતભેદ હતા કે નવા સંવિધાન માં સંસદીય પ્રણાલી હોવી જોઈએ કે રાષ્ટ્રપતિ શાસન

૩) ત્યાર બાદ બંધારણ સમિતિએ તેનો અહેવાલ રજુ કર્યો 

૪) બંધારણ ના ડ્રાફ્ટ ને એસેમ્બલી દ્વારા ૧૩૫ મતો થી પસાર કરવામાં આવ્યું.

૫) અને અંતે ૧૪ ઓગસ્ટ ૧૯૭૩ ના રોજ પાકિસ્તાનનું સંવિધાન લાગુ કરવામાં આવ્યું.

૬) અને ભુટ્ટોને વડાપ્રધાન તરીકે નીમવામાં આવ્યા.

૭) પાકિસ્તાનનું સંવિધાન ફેડરલ રિપબ્લિક હશે જે સંસદીય પ્રણાલી પ્રમાણે ચાલશે 

૮) બહુમતી પક્ષમાંથી ચૂંટાયેલા વડા સરકાર ના વડાપ્રધાન હશે.

૯) રાજ્યના ધર્મ તરીકે ઇસ્લામ ને પસંદ કરવામાં આવ્યો મતલબ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ બનવા માટે મુસ્લિમ હોવું જરૂરી છે.

૧૦) પાકિસ્તાન ને ઇસ્લામિક રિપબ્લિક જાહેર કરવામાં આવ્યો 

૧૧) બંધારણમાં સુધારો કરવાના બિલ માટે નીચલા ગૃહમાં બે તૃતીયાંશ બહુમતી અને ઉપલા ગૃહમાં બહુમતીની જરૂર પડશે.

૧૨) ઉર્દુ ભાષા અને કુરાન નું શિક્ષણ ફરજીયાત રહશે.

મિત્રો માહિતી ગમી હોય તો શેર કરવાનું ભૂલતા નહિ.

Post a Comment

0Comments

if you have any doubt, let me know

Post a Comment (0)