શું તમો જાણો છો મોટર એકસીડન્ટ ના કાયદાઓ વિષે ? તો આપને આ લેખ માં આવા કાયદાઓ વિષે જાણીશું
મિત્રો હાલ વાહનની ખરીદી ખુબ થઇ રહી છે તેથી વાહનો ચલાવનારાઓની સંખ્યા પણ વધી રહી છે તેમાં એવું જરૂરી નથી કે બધા વાહન ચલાવનાર વાહન ચાલવામાં નિપૂર્ણ હોય, સંખ્યાબંદ લોકો ને વાહન ચલાવતા નથી આવડતું છતાં પણ વાહન ચલાવે છે અને તેમાં ટ્રાફિક નિયમોનો પાલન નથી કરતા જેથી રસ્તા પર અકસ્માત પણ વધુ બને છે તો મિત્રો આં લેખ માં વાહન અકસ્માતો ના કાયદાઓ વિષે જાણીશું.
ભારતીય દંડ સંહિતા ની કલમ ૨૭૯ :
આ કાયદા મુજબ જો કોઈ વ્યક્તિ જાહેર રસ્તા પર બેદરકારીથી વાહન હંકારે જેનાથી અન્ય વ્યક્તિઓ ને જીવ નું જોખમ ઉભું થાય અથવા અકસ્માત કરે તો તે વ્યક્તિ ને છ મહિના ની જેલ અથવા ૧૦૦૦ રૂપિયા દંડ અથવા બંને થઇ શકે છે.
અકસ્માત માં જો સામાવાળા વ્યક્તિ નું મૃત્યુ અથવા અપંગતા આવે તો :
અકસ્માત માં જો સામાવાળા વ્યક્તિ નું મૃત્યુ અથવા અપંગતા આવે તો સામાવાળા વ્યક્તિના વારસદાર કાયદાકીય રીતે તેનું વળતર અકસ્માત કરનાર અથવા વીમા કંપની પાસે માંગી શકે છે, તે માટે સામાવાળાના વારસદારે મોટર વાહન અધિનિયમ ની કલમ ૧૬૬ મુજબ જરૂરી રકમ ની વળતર માટે કેસ કરી શકે છે,
મિત્રો જે લેખ ગમ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહિ
ધન્યવાદ
if you have any doubt, let me know