પ્રજાસત્તાકદિન ની શુભકામનાઓ : જાણો પ્રજાસત્તાક દિનની પરેડ વિષે ખાસ વાતો !

 Advocate Mayur prajapati
0

 


૨૦૦ વર્ષની ગુલામી બાદ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ના દિવસે  દેશ ને અંગ્રેજોથી આઝાદી મળી હતી, આઝાદી મળ્યા બાદ લગભગ ૨ વર્ષ બાદ ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના દિવસે આપનું સંવિધાન લાગુ થયું હતું અને આપનો દેશ "સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક" તરીકે જાહેર કરવામાં આવ્યો. તે દિવસ ને આપનો દેશ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવે છે. અને દિલ્લીના રાજપથ પર પરેડ યોજવામાં આવે છે.

તો જાણો આ પરેડ વિષે ખાસ વાતો :

૧) ૧૯૫૦ થી ૧૯૫૪ સુધી પરેડ ઈરવીન સ્ટેડીયમ (હવે નેશનલ સ્ટેડીયમ ), કિંગ્સવે , લાલ કિલ્લો અને રામલીલા મેદાન ખાતે યોજાઈ હતી.

૨) દર વર્ષે મિત્ર દેશ ના વડા ને આમંત્રિત કરવામાં આવે છે.

૩) ૧૯૫૦ ની પ્રથમ પરેડ માં ઇન્ડોનેશિયાના વડા ડૉ.સુકર્નો ને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

૪)  ૧૯૫૫ થી રાજપથ પર પરેડ યોજવાની શરૂઆત કરવામાં આવી હતી તેમાં પાકિસ્તાન ના ગવર્નર જનરલ માલિક ગુલામ મહોમ્મદ આમંત્રિત હતા.

૫) પરેડ ની શરૂઆત રાષ્ટ્રપતિના આગમન થી શરુ થાય છે.

૬) ત્યારબાદ રાષ્ટ્રપતિ ના ઘુડસવાર અંગરક્ષકો રાષ્ટ્રધ્વજ ને સલામી આપે છે .

૭) ત્યારબાદ રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે અને 21 બંદૂકો છોડવામાં આવે છે. જો કે, 21 તોપનો વાસ્તવમાં ફાયર કરવા માટે ઉપયોગ થતો નથી. તેના બદલે, ભારતીય સેનાની 7 તોપોમાંથી ત્રણ રાઉન્ડ ફાયર કરવામાં આવે છે, જેને "25- પોંડર્સ" તરીકે ઓળખવામાં આવે છે.

૮) રાષ્ટ્રગીત ની શરૂઆત માં પેલ્લી ગોળી ચલાવામાં આવે છે અને છેલ્લી ગોળી ૫૨ મી સેકંડ પર ચલાવામાં આવે છે જે એક વિશેષ લાક્ષણીકતા છે.

૯) પરેડમાં ભાગ લેનાર સેનાના દરેક સભ્યનું ચાર તબક્કામાં નિરીક્ષણ કરવામાં આવે છે. તે સિવાય, તેમના હથિયારોની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે તેની ખાતરી કરવા માટે કે કોઈ જીવંત ગોળીઓ હાજર નથી.

૧૦) "ફ્લાયપાસ્ટ" એ ઇવેન્ટની સૌથી આકર્ષક વિશેષતા છે. "ફ્લાયપાસ્ટ", જે લગભગ 41 એરક્રાફ્ટ ધરાવે છે, તેની દેખરેખ વેસ્ટર્ન એરફોર્સ કમાન્ડ દ્વારા કરવામાં આવે છે.


Post a Comment

0Comments

if you have any doubt, let me know

Post a Comment (0)