અહી APNOKAYDO.IN આપની વેબસાઈટ પર સંવિધાન ની સીરીઝ શરુ કરવામાં આવી છે જેમાં આપ વિવિધ દેશોના સંવિધાન વિષે માહિતી મેળવી શકશો જેમાં આજે આપને ભારતીય સંવિધાન વિષે ખાસ માહિતી લઈને આપવાના છે,
૧) ભારતીય બંધારણ ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના દિવસે લાગુ પડ્યું હતું.
૨) ભારતીય બંધારણ નો વિચાર એમ.એન.રોય એ ૧૯૩૫ ની સામાન્ય બંધારણ સભામાં રજુ કર્યો હતો.
૩) ભારતીય બંધારણ ને "ઉધારની થેલી" તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આપણું બંધારણે વિવિધ દેશોના બંધારણ ની લાક્ષનીક્તાઓ લીધેલી છે.
૪) ભારતીય બંધારણ વિશ્વનું લાંબુ લેખિત સંવિધાન છે
૫) ભારતીય બંધારણ હસ્તલિખિત છે જે પ્રેમ બિહારી નારાયણ રાયજાદા દ્વારા લખવામાં આવ્યું છે.
૬) ભારતીય બંધારણ ની મૂળ નકલ સંસદ ની પુસ્તકાલયમાં હિલયમ ચેમ્બેર માં સચવાયેલું છે.
૭) ભારતીય બંધારણ નો કુલ ખર્ચ તે સમયે ૬૪ લાખ રૂપિયા નો હતો
૮) ભારતીય બંધારણ ને પૂર્ણ કરવામાં ૨ વર્ષ ૧૧ મહિના અને ૧૮ દિવસ નો સમય લાગ્યો હતો.
૯) ડૉ.ભીમરાવ આંબેડકર ને ભારતીય સંવિધાન ના પિતા તરીકે ઓળખવામાં આવે છે તેમને લગભગ ૬૦ દેશો ના સંવિધાન નો અભ્યાસ કર્યો હતો.
૧૦) બંધારણ ના અમલ પછી મહિલાઓને મતદાન નો અધિકાર મળ્યો.
૧૧) ભારત ના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદ ભારત ના બંધારણ પર હસ્તાક્ષર કરનારા પ્રથમ વ્યક્તિ બન્યા.
૧૨) ભારતીય બંધારણ નું દરેક પુષ્ઠ શાંતિનિકેતન ના કલાકારો દ્વારા શુસોભિત કરવામાં આવ્યું છે.
મિત્રો જો માહિતી ગમી હોય તો શેર કરજો અને બીજી વિવિધ કાયદાકીય માહિતી વિષે જોડતા રહો આપનો કાયદો વેબસાઈટ પર
ધન્યવાદ
if you have any doubt, let me know