Anti defection law in Guajarati : હાલ માં આપને જોઈ રહ્યા છે છે કે નેતાઓ પોતાના અંગદ સ્વાર્થ ને લીધે પક્ષ સાથે ગદ્દારી કરી બીજા પક્ષ માં જતા રહે છે. લોકોએ જે નેતાને વોટ ન આપી ઘરમાં બેસાડ્યો હોય તે તેના પક્ષ બદલી ને લોકોના માથા પર બેસીને ભ્રષ્ટાચાર નું આચરણ કરે છે, શું આવું થતું ન રોકાવું જોઈએ આ માટે કાયદામાં કોઈ જોગવાઈ ખરી? જવાબ હા છે અને એ છે દલબદલ વિરોધી કાયદો (anti-defection law). તો આવે જાણીએ શું છે આ કાયદો.
What is Anti defection law ? દલબદલ વિરોધી કાયદો શું છે?
આપને "આયા રામ ગયા રામ" કહેવત તો સાંભળીજ હશે, હરિયાણા ના એક ધારાસભ્ય "ગયાલાલ" વર્ષ ૧૯૬૭ માં એક દિવસમાં ત્રણ વાર પક્ષ પલટો કર્યો હતો. આવી સ્વાર્થી લોકો પર લગામ લગાવા માટે દલબદલ વિરોધી કાયદા ને વર્ષ ૧૯૮૫ સંવિધાન ના ૫૨ (52) માં સંસોધનના માધ્યમ થી ૧૦મી અનુસૂચિમાં જોડવામાં આવ્યો હતો. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય એક પાર્ટી થી બીજી પાર્ટીમાં જનારા નિર્વાચિત (ચૂંટાયેલા) સભ્યો ને રોકી શકાય.
દલવિરોધી કાયદા ની વિશેષતાઓ :
૧) જો કોઈ પણ નેતા ને આ કાયદા હેઠળ અયોગ્ય ઘોષિત કરવામાં આવ્યો તો તે કોઈ પણ વિધાનસભા ની સદસ્યતા માટે યોગ્ય ઘોષિત થાય છે.
૨) જો કોઈ પણ નેતા ને આ કાયદા હેઠળ અયોગ્ય ઘોષિત કરવામાં આવ્યો તો તે સંસદ ના કોઈ પણ સદન ની સદસ્યતા માટે યોગ્ય ઘોષિત થાય છે.
સંવેધાનિક પ્રાવધાન : ( ૧૦મી અનુસૂચી )
૭૫ (૧ ક) : પ્રધાનમંત્રી સહીત કુલ મંત્રીઓની સંખ્યા લોકસભાના ૧૫% થી વધુ ન હોવી જોઈએ.
૭૫ (૧ ખ) : સંસદ ના કોઈ પણ સદન ના સદસ્ય જે કોઈ પણ પક્ષ સાથે સબંધ રાખે છે અને સદન ના સદસ્ય બનવા માટે અયોગ્ય ઘોષિત થઇ ચુક્યા હોય. તે તેને તેજ સમય થી મંત્રી બનવા માટે અયોગ્ય ઘોષિત થઇ જાય છે જે તારીખ થી તેને અયોગ્ય ઘોષિત કરવામાં આવ્યો હોય.
૧૦૨ (૨) : જો કોઈ પણ નેતા ને આ કાયદા હેઠળ અયોગ્ય ઘોષિત કરવામાં આવ્યો તો તે સંસદ ના કોઈ પણ સદન ની સદસ્યતા માટે યોગ્ય ઘોષિત થાય છે.
૧૬૪ (૧ ક) : મુખ્યમંત્રી સહીત કુલ મંત્રીઓની સંખ્યા વિધાનસભાના ૧૫% થી વધુ ન હોવી જોઈએ.
૧૬૪ (૧ ખ) : વિધાનસભા ના કોઈ પણ સદન ના સદસ્ય જે કોઈ પણ પક્ષ સાથે સબંધ રાખે છે અને વિધાનસભાના સદસ્ય બનવા માટે અયોગ્ય ઘોષિત થઇ ચુક્યા હોય. તે તેને તેજ સમય થી મંત્રી બનવા માટે અયોગ્ય ઘોષિત થઇ જાય છે જે તારીખ થી તેને અયોગ્ય ઘોષિત કરવામાં આવ્યો હોય.
૧૯૧ (૨) : જો કોઈ પણ નેતા ને આ કાયદા હેઠળ અયોગ્ય ઘોષિત કરવામાં આવ્યો તો તે કોઈ પણ વિધાનસભા અથવા વિધાન પરિષદ ની સદસ્યતા માટે યોગ્ય ઘોષિત થાય છે.
કાયદાનું મૂલ્યાંકન :
દલબદલ વિરોધી કાયદો એ ભારતીય રાજનીતિ ની ઐતિહાસિક ઘટના માનવામાં આવે છે. આનાથી નેતોના માઈન્ડ સેટ ની સાથે નૈતિક રાજનીતિ કરવા પર મજબુર કરી દીધા છે. આ કાયદો અમુક વાર દલબદલ ને રોકવામાં વિફળ પર રહ્યો છે. આ કાયદા નો માઈનસ પોઈન્ટ કહી શકાય.
if you have any doubt, let me know