જો તમને ટ્રાફિક પોલીસ રોકે તો તમને આ ખાસ નિયમોની જાણ હોવી જોઈએ

 Advocate Mayur prajapati
0

 


તમને ટ્રાફિક પોલીસ રોકે તો તમને આ ખાસ નિયમોની જાણ હોવી જોઈએ કયા છે એ નિયમો એ આ લેખ માં આપને જાણીશું 

૧)  ટ્રાફિક પોલીસ ને નાગરિકો ને રસ્તા પર રોકી કાગળો ની માંગ કરવાની સત્તા નથી અને જો કરે તો તમે તેને ના પાડી શકો છો આટલું જ નહિ તમે તેના ઉપલા અધિકારી ને ફરિયાદ પણ કરી શકો છો. કાયદા અનુશાર ખાલી S.I. અથવા તેના ઉપરની રેન્ક ધરવતા અધિકારી જ કાગળોની માંગણી તેમજ તપાસ કરી શકે છે.

૨) ટ્રાફિક પોલીસ ને તમારું વાહન જપ્ત કરવાનો અધિકાર નથી અથવા તમારી ધરપકડ કરવાનો અધિકાર નથી.

૩) ટ્રાફિક પોલીસ ને PUC માંગવાનો અધિકાર પણ નથી આ અધિકાર માત્ર RTO અધિકારી નો છે.

૪) ટ્રાફિક પોલીસને તમારા વાહનની ચાવી છીનવાનો અધિકાર નથી.

૫) ભારતીય મોટર વાહન અધિનિયમની કલમ ૧૩૨ અનુશાર જો તમે ટ્રાફિક કાયદાનું ઉલ્લંઘન કરો છો તો ફક્ત સબ ઈન્સપેકટર અથવા પોલીસ ઇન્સ્પેક્ટર જ તમારી પાસે થી દંડ વસુલી શકે છે,

૬) જો તમે ટ્રાફિક સિગ્નલ તોડો છો, મોટર સાઈકલ પર બે થી વધુ વ્યક્તિ બેઠા છો, લોડ કેરિયર માં મુશાફરો ભરી ને ચલાવતા હોય, દારુ પીને વાહન ચલાવતા હોય અથવા વધુ ગતિએ વાહન ચલાવતા હોય તો તેવા સંજોગોમાં ટ્રાફિક પોલીસ તમારું લાઈસન્સ જપ્ત કરી શકે છે.

૭) તમારા પર ૧૦૦ રૂપિયા થી વધુ નો દંડ કરવાનો અધિકાર ખાલી ASI અને SI પાસે હોય છે, કોન્સ્ટેબલ તમારી પાસે થી ૧૦૦ રૂપિયા થી વધુનો દંડ વસુલ નાં કરી શકે.

૮) ટ્રાફિક પોલીસને બિન ડ્રેસ માં તમારું ચલાન કાપવાનો અધિકાર નથી.

૯) જો તમે ગરદનથી ઉપર એટલે કે કાન અથવા  અન્ય જગ્યાએ  સર્જરી  કરાવી હોય અથવા તમે શીખ સમુદાય માંથી આવતા હોય અને પાઘડી પહેરતા હોય તો તમને હેલમેટ પહેરવાનો નિયમ લાગુ નથી પડતો.

Post a Comment

0Comments

if you have any doubt, let me know

Post a Comment (0)