જાણો વ્યાજ પર પૈસા આપવા પર શું છે આપનો કાયદો

 Advocate Mayur prajapati
0


 આપના દેશ માં લોકો પોતાની જરૂરિયાત પૂરી કરવા બેંક માંથી લોન લે છે પરંતુ બેંકો અમુક શરતો મુકે છે જેનું અમુક લોકો પાલન નથી કરી શકતા તેથી તેમને બેંક માંથી લોન નથી મળતી, જેથી તેઓ અમુક પેઢી પાસે થી અમુક ટકા વ્યાજ સાથે પૈસા લે છે તો જાણો વ્યાજ પર પૈસા આપવા પર આપના દેશ માં શું સીસ્ટમ છે 

શું છે સીસ્ટમ ?

આપના દેશ માં કોઈ પણ વ્યક્તિ વ્યાજ પર પૈસા આપી પોતાનો ધંધો ચલાવી શકે છે પરંતુ આ ધંધા માટે તે વ્યક્તિ એ સરકારી સંસ્થા પાસે સૌપ્રથમ લાઈસન્સ મેળવવાનું છે જે પછી તે આ ધંધો કરી શકે છે. તે સંબધિત આપના દેશ માં મની લોન્ડરિંગ એક્ટ છે જે તેના નિયમો સમજાવે છે સાથે અમુક રાજ્યો માં શાહુકાર અધિનિયમ પણ આવેલ છે.

ના લઇ શકે વધારે વ્યાજ 

કોઈ પણ વ્યક્તિ સરકારી સંસ્થાએ નક્કી કરેલ વ્યાજ કરતા વધારે વ્યાજ ના લઇ શકે.

જે વ્યક્તિ ધિરાણ આપે છે તેને તેના પૈસા ના મળવા પર તે પૈસા લેનાર ના ઘર નો સમાન લઇ જાય છે તેમજ તેની સાથે મારપીટ કરે છે અને ગાળાગાળી પણ કરે છે પરંતુ તે કરવું એ ગુનો છે તેનાથી તેના પર ફોજદારી ગુનો લાગુ પડી શકે છે, 

એગ્રીમેન્ટ કરવું જરૂરી છે 

પૈસા આપતા પહેલા પૈસા આપનાર અને લેનાર વચ્ચે કરાર થવો જરૂરી છે જેમાં પૈસા ની રકમ, તારીખ, વ્યાજ ના ટકા ની વિગત કેટલા સમય માં પૈસા પાછા આપશે તેમજ કોઈ વસ્તુ ગીરવે મૂકી હોય તો તે વસ્તુ લેખીત માં દર્શાવવી. વસ્તુ ગીરવે મુકવાના કિસ્સામાં જો કરાર માં તેનું વર્ણન હોય તો પૈસા આપનાર તેના પૈસા સમયસર ન મળવા પર તે વસ્તુ જપ્ત કરી શકે છે.

કોરા સ્ટેમ્પ પર સહી અથવા કોરા ચેક તેની શું મહત્વતા છે?

કાયદેસર રીતે કોરા સ્ટેમ્પ પર સહી ની કોઈ મહત્વતા નથી કારણ કે તેના પર કોઈ નોટરી ના સિક્કા મારેલ હોતા નથી અને કોરા ચેક ના કિસ્સા માં જો તમે પૈસા સમયસર ના ચૂકવો તો પૈસા આપનાર તે કોરા ચેક નો ઉપયોગ તમારા વિરુદ્ધ ઇન.આઈ. એક્ટ ની કલમ ૧૩૮ હેઠળ તમારી વિરુદ્ધ ફરિયાદ માં કરી શકે છે.

જો માહિતી ગમી હોય તો આગળ શેર કરવા નું ભૂલતા નહિ અને વધુ અપડેટ માટે અમારી વેબસાઈટ ને સબસ્ક્રાઈબ કરો .

જય હિન્દ 


Post a Comment

0Comments

if you have any doubt, let me know

Post a Comment (0)