ગ્રાહકો ના હિતો ના રક્ષણ માટે સરકારે ૨૦૧૯ માં એક અધિનિયમ (કાયદો ) બનાવ્યો હતો " ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૨૦૧૯"
ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૨૦૧૯ એ જુના કાયદા ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૧૯૮૬ નું સ્થાન લીધું હતું.
ગ્રાહક સુરક્ષા ખરડો, 2019 લોકસભા દ્વારા 30 જુલાઈ, 2019ના રોજ અને રાજ્યસભામાં 06 ઓગસ્ટ, 2019ના રોજ પસાર કરવામાં આવ્યો છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી શ્રી રામવિલાસ પાસવાને આ બિલ સંસદમાં રજૂ કર્યું હતું.
શું છે આ કાયદો ?
આ કાયદો દેશભર ના ગ્રાહકો ના હિતો નું રક્ષણ કરવાનો કાયદો છે. દેશભર નું ગ્રાહક અદાલતો માં પેન્ડીંગ ફરિયાદો નું ઝડપી નિવારણ લાવવા આ કાયદો લાવવામાં આવ્યો હતો.
કાયદા મુજબ ગ્રાહક કોને કહેવાય ?
જે વ્યક્તિ તેની જરૂરિયાત સંતોષવા માલ અથવા સેવાઓ ખરીદે છે તેવા વ્યક્તિ ને ગ્રાહક કહેવાય.
જે વ્યક્તિ માલસામાન અને સેવાઓ વેચવા અથવા વ્યાપારી હેતુ માટે ખરીદે છે તેને ગ્રાહક ગણવામાં આવતો નથી.
ગ્રાહકોના અધિકારો :
૧) ખતરનાક માલ અને સેવાઓથી સુરક્ષિત થવાનો અધિકાર
૨) પ્રતિબંધિત વેપાર પ્રથા ની સુરક્ષિત થવાનો અધિકાર
૩) સ્પર્ધાત્મક ભાવે વિવિધ પ્રકારના માલ કે સેવાઓની ઉપલબ્ધતા
૪) માલ કે સેવાઓની માત્રા, ગુણવત્તા, શુદ્ધતા, ક્ષમતા, કિંમત અને ધોરણ વિશે માહિતી મેળવવાનો અધિકાર
સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) પાસે ગેરમાર્ગે દોરનારી અથવા ખોટી જાહેરાતો (જેમ કે લક્ષ્મી ધન વર્ષા યંત્ર) બનાવનારા અને તેનો પ્રચાર કરનારાઓ પર દંડ અને 2 વર્ષ સુધીની જેલની સજા કરવાની સત્તા હશે.
જો કોઈ વ્યક્તિ કે કંપની આ ગુનાનું વારંવાર પુનરાવર્તન કરે છે તો તેને 50 લાખ રૂપિયાનો દંડ અને 5 વર્ષ સુધીની કેદ થઈ શકે છે.
if you have any doubt, let me know