ભારત રત્ન લતા મંગેશકર ના નિધન પર સરકારે દેશ માં ૨ દિવસ ના શોક નું એલાન કર્યું છે. રાષ્ટ્રીય શોકના એલાન બાદ રાષ્ટ્રીય ધ્વજ ૨ દિવસ અડધો ઝુકેલો રહશે, રાષ્ટ્રીય ધ્વજ અડધો ઝુકવાનો રાષ્ટ્રીય શોક નું પ્રતિક માનવામાં આવે છે. કોઈ ખાસ વ્યક્તિ ના નિધન પર તેના પ્રતિ સંવેદના વ્યક્ત કરવા રાષ્ટ્રીય ધ્વજ અડધો ઝુકાવામાં આવે છે.
રાષ્ટ્રીય ધ્વજ અડધો ઝુકાવવાનો શું નિયમ છે ?
જ્યારે પણ અઆવું કરવામાં આવે ત્યારે પહેલા ધ્વજ ને પહેલા પૂરી ઉચાઈએ ઉઠાવવામાં આવે છે ત્યારબાદ ધીરે ધીરે તેને અડધો ઝુકાવવામાં આવે છે. રાષ્ટ્રીય ધ્વજ ની સાથે બીજી કોઈ સંસ્થાનો ધ્વજ હોય તે રાષ્ટ્રીય ધ્વજ ને સામાન્ય ઉંચાઈ પર જ રાખવામાં આવે છે. તેને ઝુકાવવામાં નથી આવતો. ૨૬ જાન્યુઆરી, ૧૫ ઓગસ્ટ અને ગાંધી જયંતી પર રાષ્ટ્રીય ધ્વજ ને ઝુકાવામાં નથી આવતો.
કોના નિધન પર રાષ્ટ્રીય શોક રાખવવામાં આવે છે.
ઇન્ડિયન ફ્લેગ કોડ મુજબ દેશના ખાસ વ્યક્તિઓ નાં નિધન પર રાષ્ટ્રીય શોક રાખવામાં આવે છે. જેમાં રાષ્ટ્રપતિ ઉપ- રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, લોકસભા અધ્યક્ષ, દેશના ન્યયાધીપતી, કેન્દ્રિય મંત્રી, રાજ્યપાલ, ઉપ-રાજ્યપાલ, મુખ્યમંત્રી અને દેશ ના સમ્માનીય વ્યક્તિઓ ના નિધન પર રાષ્ટ્રીય શોક રાખવામાં આવે છે.
if you have any doubt, let me know