એફ.આઈ.આર સી.આર.પી.સી. ની કલમ ૧૫૪ હેઠળ આવે છે.
અજ્ઞાત ગુનાની માહિતી પોલીસ અધિકારીને લેખિતમાં મોકલવાને F.I.R કહેવાય છે. હકીકતમાં,તે સમયની પ્રથમ માહિતી છે જે ફોજદારી કાયદાને ગતિમાં મૂકે છે.
કોગ્નિસેબલ ગુનાઓમાં ટૂંક માં માહિતી લખવામાં આવે છે, અને એફ.આઈ.આર. ની એક કોપી માહિતી આપનાર ને અથવા ફરિયાદી ને આપવામાં આવે છે.
જો પોલીસ અધિકારી માહિતી લખવાનો ઇનકાર કરે તો માહિતી આપનાર માહિતી એસ.પી. ને ટપાલ દ્વારા પણ મોકલી શકે છે કાયદા માં આની પણ જોગવાઈ આપેલી છે.
જો પોલીસ અધિકારી માહિતી લખવાનો ઇનકાર કરે તો ફરિયાદી પોતાની ફરિયાદ મેજીસ્ટ્રેટ સમક્ષ વકીલ મારફતે અરજી કરી શકે છે ત્યાર બાદ મેજીસ્ટ્રેટ પોલીસ ને એફ.આઈ.આઈ. નોંધવાનો હુકમ કરી શકે છે.
એફ.આઈ.આર. એક માહિતી છે જેનો ઉપયોગ અદાલત માં પુરાવા તરીકે થઇ શકે નહિ
કોઈ પણ વ્યક્તિ ગુજરાત પોલીસ ની વેબસાઈટ WWW.FIR.GUJARAT.GOV.IN પર જઈ એફ.આઈ.આર. ડાઉનલોડ કરી શકે છે
if you have any doubt, let me know