ભારતીય સંવિધાન માં દરેક નાગરિક ને જીવવાનો અધિકાર છે પરતું આપના સંવિધાન અનુશાર આ વાત અબોલ પશુ- પક્ષી અને વન્ય પ્રાણીઓ પર પણ લાગુ પડે છે,
ચાલો જાણીએ શું છે પ્રાણીઓ વિષે આપના કાયદા માં જોગવાઈઓ..
૧) ભારતીય દંડ સંહિતાની (આઈ.પી.સી.) કલમ 428 અને 429 હેઠળ, જો કોઈ પ્રાણીને ઝેર આપે છે, તેને મારી નાખે છે, પીડા આપે છે, તો તેને બે વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
૨) પ્રિવેન્શન ઓન ક્રુસિયલ એનિમલ્સ એક્ટ 1960 ની કલમ 11(1) મુજબ જો તમો કોઈ પાલતું પ્રાણીને ભૂખે મારો (રાખો ) તો તમારી વિરુદ્ધ કેસ થઇ શકે છે અને ત્રણ મહિના જેલ ભેગા થવું પડશે.
૩) ભારત સરકારના એનિમલ બર્થ કંટ્રોલ રૂલ (2001) મુજબ કોઈ પણ કૂતરાને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત કરી શકાતો નથી. જો કૂતરો હદ્કાયાઓ હોય અને કરડવાનો ભય હોય, તો તમે પ્રાણી કલ્યાણ સંસ્થાનો સંપર્ક કરી શકો છો.
૪) જાનવરો ને લાંબા સમય સુધી જાડા દોરડા થી બાંધી રાખવા એ પણ ગુનાની શ્રેણીમાં આવે છે, જાનવર ને લાબા સમય સુધી ઘરમાં રાખવું એ પણ એક જાત ની કેદ છે તેમાં પણ ત્રણ મહિના ની કેદ અને દંડ ની જોગવાઈ છે.
૫) નિર્ણાયક પ્રાણીઓ નિવારણ અધિનિયમ 1960 ની કલમ 11(1) હેઠળ, જો કોઈ પશુ અથવા તેના બાળકને કોઈપણ ગૌશાળા, અથવા કોઈપણ ઘર માં ખાવાનું નથી મળતું તે પણ ગુનો છે.
૬) મંદિરો અને રસ્તાઓ જેવા સ્થળોએ પ્રાણીઓની હત્યા કરવી ગેરકાયદેસર છે. પશુ બલિદાન રોકવાની જવાબદારી સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશનની છે. આવું કરવું પશુધન અધિનિયમ, 1960, વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972, ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળ ગુનો છે.
if you have any doubt, let me know